Our Testimonials

મારુ નામ શિલ્પા કલ્પેશ કાનાણી છે. અર્પણ હોસ્પિટલમાં મેં મારી પ્રેગનેંસી રાખવા માટેની ટ્રીટમેન્ટ કરાવી. જયારે હોસ્પિટલમાંથી મને તેના અનુભવ વિષે પૂછવામાં આવ્યું ત્યારે મારી પ્રેગનેંસીની સંપૂર્ણ સારવાર વિષે ટૂંકમાં જણાવીશ.

મારા લગ્નજીવનને 6 વર્ષ પુરા થયા. જેમાં છેલ્લા ત્રણ વર્ષથી અમે બાળક રાખવા માટે પ્રયત્ન કરતા હતા. જેમાં વર્ષ-2014 માં મારા રેગ્યુલર પિરિયડની ઉપર એક અઠવાડિયું વીતી જતા ઘરે જ ચેક-અપ કર્યું અને ત્યારબાદ મારુ પિરિયડ આવી ગયું. ડૉક્ટર ને બતાવ્યું તો તેને સોનોગ્રાફી સાથે બીજા ઘણા બધા રિપોર્ટ કરાવ્યા અને કહ્યું કે તમારી પ્રેગનેંસી વિક હોવાથી મિસ થઈ ગઈ છે. ઘણી બધી લગભગ 3 મહિના સુધીની દવાઓ આપી. કહ્યું કે ફરી જયારે બેબી પ્લાન કરો ત્યારે 3 મહિના પહેલાથી જ દવા ચાલુ કરજો અને તમારી પ્રેગનેંસી રહી ગયા પછી પણ તમારે સતત બેડ રેસ્ટ આવશે. ત્યારબાદ અમે વર્ષ-2015 માં ઓમાન સેટલ થયા. જ્યાં છેલ્લા 3 વર્ષથી સતત ડૉક્ટર ની સારવાર હેઠળ મારી ટ્રીટમેન્ટ ચાલી હતી. 2-3 ડૉક્ટરને બતાવ્યું. તેના કહેવા મુજબ મારા અને મારા હસ્બન્ડના બધા જ રિપોર્ટ કરાવ્યા. બધું જ નોર્મલ હોવા છતાં સતત દવાઓ ચાલુ હતી. ટ્યૂબ ટેસ્ટ ની સલાહ આપી એ પણ કરાવ્યું એ રિપોર્ટ પણ નોર્મલ આવ્યો. IUI ની પ્રોસેસ કરવાનું કહ્યું તો એ પણ કરાવી પરંતુ એમાં પણ કોઈ સફળતા ના મળી. છેલ્લે અમે અમારી સારવાર સુરત કરવાનું નક્કી કર્યું. જેમાં મારા અંકલ થકી મને ડો. ચંદ્રેશ ચાંદપરા સાહેબનો કોન્ટેક્ટ થયો. વિચાર્યું કે સુરતમાં 2-4 ડો. ને બતાવીને પછી ટ્રીટમેન્ટ ચાલુ કરાવીશ. પરંતુ ડો. ચંદ્રેશ સાહેબને પ્રથમ વખત મળતા જ તેમના તટસ્થ નિર્ણય અને તાત્કાલિક કોઈ પણ જાતનો સમય પસાર કાર્ય વગર એમની સુજબુજ અને આવડત જોતા તેમની પાસે જ સારવાર કરવાનું નક્કી કર્યું.

પ્રથમ વખત ચેક-અપ કરાવયું ત્યારે જ ડો. સાહેબે કહી દીધું કે તમારે ઓવરીમાં ચોકલેટ સિસ્ટ છે જેના લઈને પ્રેગનેંસી રહેવામાં તકલીફ પડે છે. જેથી તમારે લેપ્રોસકોપી કરાવીને એ સિસ્ટ કઢાવી પડશે. ત્યારબાદ 6 મહિના સુધી બાળક ના રહે તો IUI ની પ્રોસેસ કરીશું અને એમાં પણ સફળતા ના મળે તો ટેસ્ટ ટ્યૂબ બેબી દ્વારા તમને સંતાનસુખ આપીશું. પરંતુ આ બધી પ્રોસેસની જરૂર ન પડી. ડો. સાહેબના કહેવાથી તેમની પાસે લેપ્રોસકોપી કરાવી અને સર્જરી કરાવ્યા બાદ તેના બીજા જ મહિનામાં મેં ગર્ભ ધારણ કર્યો. ત્યાર બાદ હું ઓમાન ગઈ ત્યાં 6 મહિના સુધી ત્યાંના ડો. દેખરેખ હેઠળ અને 7 માં મહિનાથી સુરત આવ્યા પછી ડો. ચંદ્રેશ સાહેબના માર્ગદર્શન અને સતત દેખરેખ હેઠળ મારી પ્રેગનેંસીનો 9 મહિનાનો સમય પૂરો થયો. એ દરમિયાન હું સતત ઘરનું કામકાજ કરતી રહી અને એકટીવ રહી.9 મહિના અને ઉપર 7 દિવસ જતા રહ્યા. નેચરલ દુખાવો ચાલુ કરાવીને નોર્મલ ડિલિવરી કરાવી તા. 8-10-’19 ના રોજ એક સરસ અને તંદુરસ્ત દીકરીને જન્મ આપ્યો. જેમાં ડો. ચંદ્રશ સાહેબની સાથે ડો. કિશનભાઇ, કલ્પનાબેન અને હોસ્પીટ્લનો ખુબ જ પ્રેમાળ નર્સિંગ સ્ટાફ જેના થકી અમને અને અમારા પરિવારને સંતાનનું ખુબ જ સુંદર સુખ આપ્યું અને એ પણ ખુબ જ ઓછા ખર્ચ માં એ બદલ હું અર્પણ હોસ્પિટલ અને તેના સ્ટાફ નો ખુબ જ આભાર વ્યક્ત કરું છું.

-શિલ્પા કલ્પેશ કાનાણી

હુ મિત્તલ ગૌરવકુમાર પાઠક જે ર્ડો ચંદ્રેશ ચાંદપરાની પેશન્ટ. મેં મારી ટ્રીટ્મેન્ટ બાળક રાખવા માટે ર્ડો  ચંદ્રેશ ચાંદપરા પાસે ફેબ્રુઆરી 2018 માં શરુ કરી. ર્ડો. સાહેબ એટલે એક્દુમ આશાવાદી હકારત્મક વલણ વાળા અનુભવી વ્યક્તિ , તેમના માર્ગદર્શન હેઠળ મને થોડા જ મહિના માં પોસ્ટીવ રિજલ્ટ મળ્યુ. મારી પ્રેગ્નનસી રહેવાથી લઈ ને ડિલિવરી સુધી તેમના જ માર્ગદર્શન સાથે મારી હેલ્ધી પ્રેગ્નનસી અને બેબીની ટ્રીટમેન્ટ મળી અર્લી લેબર પૈન સ્ટાર્ટ થઈ ગયું જે ર્ડો. સર ની સુજ્બુજ થી બોટલ ચડાવી અને દુખાવો બંદ થઈ ગયો. તેના પછી એક્જેટ મહિનો જે ર્ડો. સર ની ગણતરી પ્રમાણે નીકળી ગયો. આ બધી બાબત માં તેમનું ગણિત બહુ જ પરફેક્ટ છે. સમયસર જે જરૂરિયાત છે, તે પ્રમાણે દવા આપીને અને રેગ્યુલર ચેક-અપ થી માતા અને બાળક તંદુરસ્ત આવે તેબધા પ્રયત્ન કરી અને તેને સફળતા પૂર્વક આગળ લઈ જાય છે. છતાં ર્ડો. ચંદ્રેશ નો સ્વભાવ એકદમ સરળ અને કોઈ જાતની ક્રેડિટ તેઓ લેવા માંગતા નથી. બસ એમ જ કહે છે, કે આ ભગવાન ની દયા છે, તેમની મરજી છે. મારા તો પ્રયત્ન છે અને પેશન્ટ ને હંમેશા ચિંતામુક્ત રાખે છે. જેનાથી હું મારા અનુભવથી કહું છું કે, હું નવ મહિના સુધી એકદમ નિશ્ચિન્ત રહી. મારી સિચુએશન પ્રમાણે નાળ બાળક ની ફરતે વીંટળાયેલી હતી અને બાળક નું માથું પેડુ માં ફસાયેલું હતું. આ કન્ડિશન માં સીઝીરીયન પ્રમાણે ડિલિવરી થઈ શકે છતાં છેલ્લે મારી હિમ્મત પુરી થઈ ગઈ હતી. તેમ છતાં  કલ્પના સિસ્ટર અને ર્ડો. સાહેબે આ આખો કેસ નોર્મલ ડિલિવરી તરફ લઈ ગયા. અને મને હિમ્મત થી કામ લેવા કહી પોઝિટિવ એનર્જી આપતા રહ્યા આ સંજોગો માં જો બીજા ર્ડો. હોત તો તો તે સિઝેરિઅન કરી નાખે છતાં ડૉક્ટર ચંદ્રેશ સર અને સિસ્ટર ની મેહનત થી સિઝેરિઅન ના કરી ને નોર્મલ ડિલિવરી કરી. આ બધી સારવાર એ પણ આ મોંઘવારી ના જમાના માં એકદમ નજીવી દરે સારવાર થઈ.  એટલા બધા અદ્યતન સાધનો અને સારવાર હોવા છતાં ડૉક્ટર સાહેબ ની ફી એકદમ ઓછી છે. અને મૂળ તો તેનો હકારત્મક સ્વભાવ છે, જે આ ‘અર્પણ હોસ્પિટલ’ ની ખાસિયતર છે.આજે હું આ બધા માટે અર્પણ હોસ્પિટલ અને ર્ડો. ચંદ્રેશ ચાંદપરા સર તેમજ તેમની આખી ટીમની આભારી છું.

-મિત્તલ ગૌરવકુમાર પાઠક

2nd Floor, Shakti Vijay Complex, Nr. New Shakti Vijay Society, Varachha Main Road, Surat

Call Us Now at

Call Us Now at

(+91) 7096098208 / (0261)-2560268 / (0261)-2566707

Email Us at

Email Us at

chandresh@arpanhospital.com

Book Online

Book Online

Appointment Now

Book An Appointment


July 2020
Mon Tue Wed Thu Fri Sat Sun
293012345
6789101112
13141516171819
20212223242526
272829303112