Opening Hours : Mon to Sat - 10am to 12:30pm, 5pm to 7:30pm
Posted by arpan hospital
સૌ પ્રથમ તમને ” માં ” બનવા બદલ અભિનંદન.આપણી ભારતીય સંસ્કૃતિમાં “ માં ” નું આગવું મહત્વછે. ” મા ” બનવુંએ સૌભાગ્યની વાત છે . તો આ ” માં ” બનવા જઈ રહેલી બધી સગર્ભા બહેનો માટે સગર્ભાવસ્થા નો ૯ મહિનાનો સમયગાળો તંદુરસ્ત અને આરામદાયક બની શકે તેવા હેતુથી અને અમુક વૈજ્ઞાનિક બાબતો પર ધ્યાનદોરવા રચાયેલ આ માહિતી પત્રિકા સર્વ સગર્ભા બહેનો ને અર્પણ કરીએ છીએ.
સગર્ભાવસ્થા( Pregnancy ) એ દરેક સ્ત્રીનાં જીવનનો એક અદભુત અને મહત્વનો તબકકો હોય છે. ગર્ભાવસ્થાનાં નવ મહિના દરમ્યાન ગર્ભવતી સ્ત્રીમાં થતા માનસીક અને શારીરિક ફેરફારતેમજ વિકસતા ગર્ભ માટેની જરૂરિયાતોને પહોતી વળવા યોગ્ય તબીબી માર્ગદર્શન મહત્ત્વનો ભાગ ભજવે છે.
ગર્ભાવસ્થાનાં તબકકાઓ ગર્ભાવસ્થા ને ત્રણ મહિનાનો એક એવા ત્રણ ત્રિમાસિક ગાળામાં વિભાજીત કરવામાં આવેલ છે
આ તબક્કા દરમ્યાન માતાના શરીરમાં થતાં ફેરફાર બાળકને પોષણ આપવા અને જન્મ આપાવા તેમજ સ્તનપાન કરાવવા માતાના શરીરને તૈયાર કરે છે.
સંશોધન એવું સૂચવે છે કે સ્ત્રીઓ માટે સાદા આહારમાંથી ફોલીક એસીડ પૂરતા પ્રમાણમાં મેળવવું મુશ્કેલ હોય છે તેથીગર્ભ રહેવાની સાથેજ માતાના શરીરનાં અંતસ્ત્રાવોમાં ફેરફાર થાય છે . જેથી ઉબકા , ઉલ્ટી , બેચેની , ભુખ ન લાગવી , સફેદપાણીપડવું , સ્તનભારે લાગવા વિગેરે જેવી સામાન્ય તકલીફો રહે છે.
આ તબક્કા દરમ્યાન બાળકનાં અંગો તેમજ શારીરની રચના થતી હોયછે આથી અમુક દવાઓ ,એકસ – રે , સીટીસ્કેન , એમ.આર.આઈ , જેવી તપાસથી બાળક ખોડખાપણ વાળું આપી શકે છે . આથી કોઈ પણ દવા લેતાં પહેલા અને આવી તપાસ કરાવતાં પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરીછે.આ તબકકા દરમ્યાન ફોલીક એસીડની ગોળી લેવી ખૂબ જરૂરી છે.
આ તબકકા દરમ્યાન ગર્ભાશય નો વિકાસ વધતા માતાનાં પેડુનો ભાગ વધવા લાગે છે . અને માતાના વજનમાં વધારો થાયછે.
૨૦ સપ્તાહની આસપાસ બાળકનાં હલન- ચલનની પ્રથમ વખત અનુભૂતિ થાય છે.
પ્રથમ તબક્કામાં બાળક સંપૂર્ણ બની ગયા બાદ આ તબકકામાં બાળકનો વિકાસ શરૂ થાય છે. જેના માટે જરૂરી પોષણ તેને માતાના લોહી માંથી મેલી દ્વારા મળે છે . આ કારણથી બીજા તબકકાથીશક્તિ ની દવાઓ ( આર્યન , કેશીયમ અને પ્રોટીન પાઉડર વિગેરે ) લેવાનીજીરયાત ઉભી થાય છે.કારણકે આ પોષક તત્વો સગર્ભાવસ્થા દરમિયાન લેવાતાં સારા ખોરાક માંથી મેળવવા અશક્ય હોયછે
આ તબકકા દરમ્યાન ગર્ભનો વિકાસ વધુ ઝડપી બને છે અને ગર્ભ તેમજ માતાનું વજન વધતું જાય છે.
સામાન્ય થાકલાગવો , સુવામાંમુશ્કેલીપડવી , વારંવાર પેશાબ લાગવો,કબજીયાત ,પગમાં સામાન્ય સોજો ચડવા , કમરમાં દુઃખાવો થવો જેવી સામાન્ય તકલીફો રહે છે.
જે સ્ત્રીઓમાં આ સામાન્ય તકલીફો નુંપ્રમાણ વધારે હોય તેમણે ડાબા પડખે સુવાની ટેવ રાખવાથી અને પુરતો આરામ ( રાત્રે ૮ કલાક અને બપોરે ૨ કલાક સારીઉંઘ લેવી) કરવો અને જરૂર પડે તો ડોકટરની સલાહ લેવી.
આધ્યાત્મિક અને મોટીવેશનલ બુકસ વાંચવી અને તેમાં વિડીયો જોવા જેથી આવનાર બાળક ખુબજ સંસ્કારી અને બુધ્ધિશાળી થાય.
રોજ ૨૦ થી ૩૦ મીનીટ ધ્યાન ( meditation ) કરવું
પ્રફુલીત અને પ્રસન્ન રહેવું , ગુસ્સોક રવો નહિ.
પોષ્ટિક ખોરાક લેવો જેમાં લીલા શાકભાજી , કઠોળ , કુટસ , દુધ વિગેરે વધુ લેવું. પાણી વધારે પીવું . વધારે તીખું , તળેલું , બહારની લારીનું રેસ્ટોરન્ટનું બનાવેલુ નખાવું.
તમારા શિશુને મજબુત અસ્થિ , દાંત , સ્વસ્થ હદય , ચેતાઓ અને સ્નાયુઓ માટે કેલ્શિયમની જરૂર પડતી હોય છે . જોતમે કેલ્શિયમ ની ગોળી નહિ લો , તો તમારૂ શિશું તમારા અસ્થિ માંથી કેલ્શિયમ લેશે જેનાથી તમને ઓસ્ટીઓ પોરોસિસ ( હાડકા બરડ થઈ જવાના રોગ ) નું જોખમ વધારી ને ભવિષ્યમાં તમારા જ આરોગ્યમાં ગંભીર ખામીઓ ઉભી કરી શકે છે. વધારે વજનઉચકવું નહિ , ઉભડક બેસવું નહિ , વાંકા વળવું નહિ.