લેપ્રોસ્કોપી/હિસ્ટ્રોસ્કોપી વિશેની માહિતી

લેપ્રોસ્કોપી/હિસ્ટ્રોસ્કોપી નિદાન અને સારવાર બંને માટે ઉપયોગ થઈ શકે છે.

(A)નિદાન માટે લેપ્રોસ્કોપી

(૧) વંધ્યત્વ નિવારણ સારવાર ભાગરૂપે ગર્ભાશય, ફ્લોપીયન ટ્યુબ, સ્ત્રીબીજધની અને તેની આસપાસના અંગોની પરિસ્થિતીના નિદાન માટે.

(૨) માત્ર લેપ્રોસ્કોપીથી જ નિદાન થય શકે તેવા રોગોનું નિદાન કરવા માટે જેમ કે એન્ડોમેટ્રીઓસીસ

(૩) અન્ય તપાસથી ચોક્કસ નિદાન ન થઈ શકતુ હોય ત્યારે

· લાંબા સમયનો પેધુનો દુ:ખાવો

· ગર્ભાશયના પડખામાં ગાઢ

· કોપર-ટી કે અન્ય ફોરેન બોડી શોધવા માટે

· ભૂતકાળમાં પેટમાં થયેલી બીમારી કે ઓપરેશનની કોઈ મઢી અસર થઈ છે કે નહિ તેનું નિદાન કરવા માટે.

(B) સારવાર માટે લેપ્રોસ્કોપી

(૧)ફેલોપીયન ટ્યુબને સુધારવા અને બંધ હોય તો ખોલવા, ચોટેલી હોય તો ચૂતી પાડવા.

(૨)જળ હોય-એડહેશન હોય, તો દુર કરવા માટે

(૩)ઓવરીઝને સુધારવા ચોટેલી હોય તો છુટી પાડવા, પોલીસ્તીસ્તીક હોય ડ્રીલીંગ કરવા, ગાઢ હોય તો તેને દુર કરવા.

(૪)ગર્ભાશય ની ગાઢ (Fibroid) કાઢવાનું ઓપરેશન

(૫)ગર્ભાશય કાઢવાનું ઓપરેશન (LAVH & TLH)

(૬)ઓવરીઝ ની વિવિધ પ્રકારની ગાઢ કાઢવા માટે

· એન્ડોમેટ્રીઓમાં-ચોકલેટ સીસ્ત

· ડમ્રોડની ગાઢ, અન્ય ગાઢ જેવીકે સદી સિસ્ત વિગેરે

(૭)એન્ડોમેટ્રીયોસીસની સારવાર માટે

(૮)એકટોપીક પ્રેગનન્સીની સારવાર માટે

(૯) બાળક બંધ થવાનું ઓપરેશન Lap T.L. માટે

(A)નિદાન માટે હિસ્ટ્રોસ્કોપી

ગર્ભાશયની અંદર કોઈ તકલીફ છે કે નહિ તેનું નિદાન કરવા માટે નીચે મુજબના સંજોગોમા હિસ્ટ્રોસ્કોપીનો નિદાન માટે ઉપયોગ થાય છે.

(૧)વંધ્યત્વ નિવારણ સારવારભાગરૂપે

(૨)ટેસ્ટટ્યુબ બાળક સારવાર કરાવતા પહેલા

(૩)વારંવાર કસુવાવડ થતી હોય

(૪)ગર્ભાશયમાં કોય મુશ્કેલી હોય કે હોવાની શંકા હોય

· ગર્ભાશયની અંદર પડદો

· ગર્ભાશયની અંદર જળ બાઝેલા હોય

· ગર્ભાશયના આકારમાં ક્ષતિ હોય

· કસુવાવડ પછી બાળકના હાડકા કે એની વસ્તુ રહી ગઈ હોવાની શંકા હોય

· કોપર-ટી જડતી ન હોય

· વધારે પડતું માસિક આવતું હોય

· ટીબી હોવાની શંકા હોય

· કેન્સર હોવાની શંકા હોય

(B) સારવાર માટે હિસ્ટ્રોસ્કોપી

(૧)ગર્ભાશયના આકારની ખામીને સુધારવી

(૨)ગર્ભાશયમાં પડદો હોય તો દુર કરવો

(૩)ગર્ભાશયમાં જાળા હોય તો સાફ કરવા

(૪)ગર્ભાશયમાં કોપર-ટી ફાંસણી હોય, તો કાઢવા માટે, કસુવાવડ રહી ગયેલ બગાડને કાઢવા માટે.

(૫)ફેલોપીયન ટયુબ બંધ હોય તો બ્રશ જેવું સાધન પસાર કરીને ખોલવાનો પ્રયત્ન કરવો

(૬)હિસ્ટ્રોસ્કોપીથી જોયને તકલીફ હોવાની શકયતા હોય ત્યાંથી તપાસ માટે ટુકડો લેવો (બાયોપ્સી)

(૭)વધુ પડતું માસિક આવતું હોય ત્યારે અંદરની પડને બાળીને સુકવી દેવા માટે (TCRE)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2nd Floor, Shakti Vijay Complex, Nr. New Shakti Vijay Society, Varachha Main Road, Surat

Call Us Now at

Call Us Now at

(+91) 7096098208 / (0261)-2560268 / (0261)-2566707

Email Us at

Email Us at

chandresh@arpanhospital.com

Book Online

Book Online

Appointment Now

Book An Appointment


July 2020
Mon Tue Wed Thu Fri Sat Sun
293012345
6789101112
13141516171819
20212223242526
272829303112